મહારાજશ્રી ઇશ્વરરામજી એક વખત દેશલપર ગુંતલી પધાર્યા હતા, ત્યાના કડવા પાટીદાર ગોપાળભગતે ઘેર સંતોના ઉતારા હતા. ગોપાળ પટેલની પત્ની માનબાઇથી સં. ૧૯૧૩ ના વૈશાખ સુદ-૨ ના પુત્રજન્મ થયેલ, જેનુ નામ લાલજી રાખવામા આવેલ.

શ્રી લાલરામજીની ધારણ શક્તિ, વેદાંતનુ જ્ઞાન, વહેવાર, કુશળતા, ગંભીરતા અને શાંતિ જેવા ઘણા ગુણોથી મુર્તિ સમાન હતા. કહેવાય છે કે સ્વભાવના તેઓશ્રી એટલા શાંત હતા કે ન પુછો વાત! શ્રી ઇશ્વરરામજી મહારાજનુ શરીર નિવૃતિ પામ્યા બાદ બધા ગુરુભાઇઓએ મળી ઉત્સવ કર્યો, ગુણની પુજા સૌ કોઇ કરે છે. એમા ઉમર અથવા શરીર જોવામા આવતુ નથી. એ પ્રમાણે લાલરામજી ગાદી માટે એ વખતે યોગ્ય હતા. પરંતુ મહારાજશ્રીનો શિષ્ય સમુદાય બહોળો હોવાને કારણે મતમતાંતરો થાય એમા નવાઇ પામવા જેવુ નથી. શ્રી ક્ષેમદાસજી અને ઇશ્વરરામજીના વખતમા પણ એવુ જ હતુ. પરંતુ અપેક્ષા રહિત સંતો હોવાના કારણે પરનુ અને પોતાનુ કશુ બગાડ્યા સિવાય સેવાભાવના બતાવીને, અલિપ્તભાવે રહીને, સમુહથી દ્દુર રહીને, મુક્તિથી જીવન પસાર કરે ગયા. આશ્રમજીવનપણ વહેવાર દશામા જ ગણાય. વિરક સંત બાવાશ્રી જેઠીરામજીએ હમલાના સુતાર ભક્તે એક મકાન સંત સેવામા અર્પણ થયુ ત્યારે જ આગાહી કરી હતી કે, જંગલમા થતી એકાંતવાસી ભક્તિ હવે ઝૂપડાં સુધી આવી ગઇ છે, આગળ જે થાય તે ખરુ. મહાપુરૂષોના વાક્યો સત્ય જ હોય છે. અહી મતમતાંતર ઉગ્ર રૂપ લીધુ. વિવેડો કે નિર્ણય થઇ શક્યો નહિ એટ્લે મહારાજશ્રીની છબીને પછેડી ઓઢાડવામા આવી.

ત્યાર બાદ પ્રિયાદાસજીની અને મુળદાસજીની ઇચ્છા થતા ગામનો આશ્રમ જુના દ્વારા નામે ઓળખાતો તે એમને સોંપવામા આવ્યો અને નવા આશ્રમમા લીલારામજી, બાપુરામજી, દયારામજી, રામદાસજી, નારાયણદાસજી, પ્રેમદાસજી, પુરણદાસજી વગેરે ગુરુભાઇઓ શ્રી લાલરામજી સાથી રહ્યા. સંવત ૧૯૭૧ મા સાધુ લીલારામ અને બાપુરામનુ શરીર શાંત થતા શ્રી લાલરામજીએ એની પાછળ ઉત્સવ કર્યો, જેમા હમલાપુરીના મહંતબાવાશ્રી પુર્ણરામજી મહારાજે સંતો સેવકોની સહમતી મેળવી શ્રી લાલરામજીને ચદરવિધિ કરીને ગાદીએ બેસાડયા.

મહારાજશ્રી ઇશ્વરરામજીના વચનિ હતા કે તમે સાધુતામા રહીને ભજન કરશો તો રિધ્ધિ સિધ્ધિ ઘરબેઠ આવીને તમારા આગણામા ઊભી રહેવાની જ છે. એ પ્રમાણે ખરેખર અહી લાલરામજીને આશ્રમનિ વ્યવહાર ચલાવવા માટે કશી કોઇ જાતની તકલીફ પડી જ ન હતી. મંડલીથી ફરવાનુ તો પુજ્ય મહારાજશ્રીએ પોતાની હયાતીમા હ બંધ કરાવેલુ હતુ અને કહેવાય છે કે પાછળથી શ્રી લાલરામજીએ કોઇ દરદના કારણે પગ કપાવવો પડ્યો હતો એટલે અપંગ દશાના કારણે ક્યાય આવવુ જવુ પણ થતુ નહિ. છતાગુરુક્રુપાથી કેવલમ આશ્રમ રૂડી રીતે ચાલતો હતો. છતા તેઓશ્રીના અંતરાઆત્મામા એક મહાવ્યથા ચાલ્યા કરતી , તે એ જ કે, જે જ્ઞાતિકુળમા મારો જન્મ એ જે કડવા પાટીદાર સમાજ આજે ધર્મના નામે ભોળપણથી અથવા તો સરળતાથી છેતરાઇને અન્યાશ્રમ સ્વીકર્યો છે. એ એમાથી કેમ મુકત થાય? એ બધા મારા ભગવાન છે મારે એમને પાટલે બેસાડીને પુજવા છે, પરંતુ આજે એ બધા ભગવાનોએ પોતાનો પાટ અલગ માડયો છે.

જ્ઞાતિજનકો પુજ લે જિનસે તેરા કામ જિતના જ્ઞાતિજન મિલે ઇતના શાલિગ્રામ જેના ર્હદયમા સ્વજ્ઞાત ઇ બાંધવો પ્રત્યે આવી ઉતમ પ્રકારની સબળ ભાવના રહ્યા જ કરતી પરંતુ હવે મનનુ કહ્યુ શરીર કરે એવી સ્થિતિ રહી ન હતી, એના માટે એક જ ઉપાય હતો કે પાછળની પરંપરાના સંતોને આ કામ સોંપાય. અમારો દઢ સંકલ્પ અને એમની શરીરસેવાના બળે આ કાર્ય સદગુરૂ મહારાજને કરવુ પડશે અથવા તો પોતાને ફરી આવવુ પડશે? અને મને વિશ્વાસ છે કે એક દિવસ મારુ સ્વપ્નુ સાકાર સ્વરૂપ ધારણા કરીને દિશા ભુલેલા મારા જ્ઞાતિબાંધવોને ફરી પોતાના અસલ ઘરમા લાવીને છોડશે. પુજ્ય શ્રી લાલરામજી મહારાજને વિ,સં. ૧૯૭૧ની સાલમા ગાદી સોંપાઇ અને એ જ વર્ષમા એક ઊડી શુભેચ્છા પોતાના જ્ઞાતિભાઇઓ માટેની લઇ શ્રી લાલરામજી મહારાજ ચિર:કાળ માટે પોઢી ગયા, એટલે કે એમનુ શરીર શાંત થઇ ગયું.

સંતશ્રી લાલરામજીનો જન્મ જે જ્ઞાતિમા થયો હતો એ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ હિન્દુ સનાતમધર્મની રાહેથી ભટકી ગઇ હતી. એનુ સંતશ્રીને પારાવાર દુ:ખ હતુ. એમણે જીવનપર્યંત પોતાની જ્ઞાતિને ધર્મના સાચા રાહે આણવાની ઇચ્છા સેવી હતી અને તેમનાથી બની શક્યુ એ બધુ કર્યુ હતુ. પ્ર%તુ આ કાર્ય પરિપુર્ણ થાય તે પહેલા જ તેમણે આ ફાની દુનિયા છોડવાનો સકય આવી જતા અંત સમયે તેમનુ મન વ્યગ્ર થઇ ગયુ હતું.

ગુરુજીની મનોવ્યથાને સમજી જનાર તેમના પટ્ટ્શિષ્ય સંતશ્રી ઓધવરામજી મહારાજે ગુરુજીને પુછ્યુ હતુ કે " તમારા મનમા એવી કોઇ વેદના રહી ગઇ છે કે જેમને કારણે વ્યથિત છો. તમારી જે કાઇ ઇચ્છા બાકી હશે ત હુ જરૂરથી પુરી કરીશ તમે મને આદેશ આપો."

જીવનની અંતિમ ઘડીએ સંતશ્રી લાલરામજીએ કહેલુ કે મારી જ્ઞાત સનાતનધર્મનો પંથ ભુલી ગઇ છે. તેને સનાતનધર્મના રાહ પર લાવવાની મારી ઇચ્છા પુર્ણ થઇ શકી નથી. મારુ આ અધુરુ કાર્ય તમે જરૂરથી પૂરુ કરજો." સંતશ્રી ઓધવરામજી મહારાજે ગુરુજેને તેમનુ અધુરુ રહેલુ કાર્ય પુર્ણ કરવાનુ વચન આપ્યુ અને સંત શ્રી લાલરામજીનુ ખિન્ન થઇ ગયેલુ મન શાંત થયુ અને તેમની જીવનજ્યોત પરબ્રહ્મમા વિલીન થઇ ગઇ.